Aansuna Be Pal (STORY)

આંસુના બે પળ

ચાર્મી જોબનપુત્રા

અર્પણ

મારા મમ્મીને

અને

એની ગેરહાજરીમાં મને સાચવી લેનાર

મારા પરિવાર ના ઉત્તમ સ્વજનો

મારા દાદા - દાદી

મારા પપ્પા

કાકા - કાકી

અને

ભાઈ ને

- ચાર્મી જોબનપુત્રા

આંસુના બે પળ

વસંત ઋતુમાં ધરતીની ગોદમાં જેમ ફુલો કિલકારી કરતા હોય તેમ રૂપાલીને આંગણે પણ ખુશીની લહેર આવી, જયારે બે નાની ફુલ પાંખડીઓએ એટલેકે જૈના અને જૈનમે જન્મ લીધો. પરિવાર ખુશખુશાલ હતો. રૂપાલી અને એના પતિ કૌશિકનું જીવન આનંદથી પસાર થતું હતું. કૌશિક રૂપાલીને અનહદ પ્રેમ કરતો. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, ફુલની પાંખડીઓ જેવા જૈના અને જૈનમ પણ મોટા થતા ગયા. કુટુંબ ભર્યું ભાદર્યું હતું. આનંદ થી દિવસો પસાર થતા હતા. પણ આ આનંદ અલ્પજીવી નીવડ્યો. જૈના અને જૈનમ હજુ માં શબ્દ નો અર્થ પૂરેપૂરો સમજે તે પહેલાંતો તેમની મમ્મી રૂપાલી નું અકસ્માતમાં મૃત્યુ થયું, અને ઘરમાં શોકના વાદળો ઘેરાય ગયા. માં વગરનું ઘર સાવ સુનું સુનું થઇ ગયું. જૈના તો ત્યારે ઉમરના એવા પડાવ પર હતી કે એને કેટલુંક સમજાય, અને કેટલુંક બસ પ્રશ્ન બનીને રહી જાય. પરંતુ આ ઘટનાની એના કુમળા માનસ પર ખુબ ગંભીર અસર થઇ. જૈના ક્યારેક એની ઉમર કરતા મોટી થઇ જતી, તો ક્યારેક સાવ બાળક, તો ક્યારેક પ્રશ્નો નો જવાબ શોધવા મથતી ચિંતક જેવી ધીર ગંભીર.

કૌશિક બંને બાળકોને માં અને બાપ બંને નો પ્રેમ દેવા મથતો. એણે બંને બાળકોને પહેલાની માફકજ બગીચામાં ફરવા લઇ જવાનું ચાલુ રાખ્યું. જૈના કૌશિકની સાથે બગીચામાં જાય, અને હીંચકા પર બેસે ત્યારે પપ્પાને પૂછે, "પપ્પા આ હીંચકા ને આકાશ સુધી લઇ જઈએ તો આપણે મમ્મીને પાછી લાવી શકીયે ? " આ સવાલનો જવાબ તો કૌશિક પાસે પણ ક્યાં હતો ? આંખમાં તગતગતા આંસુ સાથે તે બીજી મૂંગો મૂંગો બીજી તરફ જોઈ જતો. ઈશ્વરને પોતાના આનંદની ક્ષણોને છીનવી લેવા બદલ આંસુનો અર્ઘ્ય આપતો. બસ જૈના માં રૂપાલી ની તસ્વીર જોતો રહેતો. જૈના મમ્મીનો ફોટો જોઇને ઘરના સભ્યોને પૂછતી "આમાંથી આપણે મમ્મીને પાછી ક્યારે લાવીશું ?" , " મમ્મી ભગવાનના ઘેરથી પાછી ક્યારે આવશે ? " પરંતુ જૈના ને એની ક્યાં ખબર હતી કે, એના એક પણ સવાલનો એ કોઈની પાસે કંઈ જવાબ ના હતો એને ક્યાં ખબરેય હતી કે જે એક વાર ભગવાનના ઘેર જાય એ ક્યારેય પાછું આવતું નથી જૈના ની દરેક વાતમાં મમ્મી આવી જતાં એને સંભાળવી મુશ્કેલ હતી એના પ્રશ્નો અને કુટુંબના સભ્યો ની મુંઝવણ બંને દિન પ્રતિદિન વધતા જતા હતા.

જૈના ધીરે ધીરે બધું સમજવા લાગી અને આ સમજણે એને માં ની ખામીને વધુ ને વધુ અનુભવતી કરી. માંના પ્રેમ અને મમતાની ખોટ એ સતત અનુભવતી રહી. સંજોગોવસાત જૈના ની હવે પછીની જિંદગી તેના પરિવાર સાથેજ અને માં ની યાદો સાથેજ હતી કહેવાય છે ને કે " ગોળ વિના મોળો કંસાર ને માં વિના સૂનો સંસાર " બસ આમજ કૈક જૈના ની જિંદગી નીરસ થઇ ગઈ હતી જૈન જ નહી સમગ્ર પરિવારની આજ હાલત હતી. જૈના અને જૈનમ ખુબજ દુઃખી હતા. આ ઉમરમાં બંનેને માંની ખુબજ જરૂર હતી, આથી કૌશિકે બાળકોને માં નો પ્રેમ મળી રહે તે ખાતર બીજા લગ્ન કર્યા. પરંતુ જૈના ના માંનું સુખ લખાયેલું જ ન હતું માત્ર થોડાજ મહિનામાં નવીમાં ખુબજ ટૂંકી બીમારીમાં મૃત્યુ પામી. ઘરમાં ફરી એક વાર શોકનું વાતાવરણ ફેલાઈ ગયું આ બધામાં જૈનાની માનસિક હાલત વધુ ખરાબ થઇ તેને કોઈજ બાબતમાં રસ નહોતો પડતો શું સાચું અને શું ખોટું એ સમજાતું નહોતું, પરુંતુ આવી કપરી પરિસ્થિતિમાં તેના પરિવારે તેને ખુબ કાળજી પૂર્વક સાંભળી લીધી. બધા તેને ખુબજ પ્રેમ કરતા. ખુબ વહાલથી તેની બધી ઈચ્છાઓ પૂરી કરતા. ધીમે ધીમે જૈના પરિસ્થિતિ સાથે સનુકુલન સાધતી હોય તેમ દેખાતું એની એકલતાએ એની એકાગ્રતા ખીલવી હતી એટલે અભ્યાસમાં જૈના ખુબ હોશિયાર હતી.

જીંદગી ના ખાલીપાને સાથે લઇ જૈના વિદેશ ભણવા ગઈ પરંતુ વિદેશની ધરતી પર પણ માંના ખાલીપાની પૂર્તિ ન થઇ બસ એ ભર્યા ભદર્યા વિશ્વમાં એકલી હતી છતાં એકલતાને એણે પોતાની માં બનાવી લીધી, પ્રતિકુળ પરિસ્થિતિ માં પણ તે અનુકુલન સાધવા લાગી એણે પરિસ્થિતિને અને પરિસ્થિતિએ એને ફવડાવી લીધા બસ તે માત્ર ભણવા માં જ ધ્યાન દેતી, ન કોઈ મિત્ર ન કોઈ સાથી એના માત્ર બે જ સાથીદારો હતા, પુસ્તકો અને માં. રોજ પુસ્તકો સાથે વધુ માં વધુ સમય વિતાવે ને મમ્મી સાથે વાતો કરે.

સમય વહેતો જતો હતો. જૈના ને હવે એકલતા સાથે બરાબર ફાવી ગયું હતું. પરિવાર દુર હતો. પણ એકલી જૈના એ હવે એકલતાની દુનિયાને પોતાનો પરિવાર બનાવી દીધો હતો. તે કાયમ ડાયરી લખતી. બધાજ અનુભવો શબ્દ દેહ પામતા બચપણ ની યાદો શબ્દો બનીને વહેતી અને તાજી રહેતી. જૈનાએ આ વર્ષે પ્રવાસમાં જવાનું નક્કી કર્યું સાત દિવસના આ પ્રવાસમાં તેઓ રોમ અને ઇટલી જવાના હતા એક વર્ષ થી ક્યાંયે બહાર ન નીકળી હોઈ જૈના પ્રવાસ માટે ખુબજ ઉત્સાહીત હતી બધી પૂરી તૈયારી સાથે તે ફરવા નીકળી સૌથી પહેલા તેઓ રોમ ગયા અને રોમમાં કૈક એવું બન્યું કે જૈના ની જિંદગી જ બદલાઈ ગઈ

રોમમાં ફરવાની શરૂઆત તેઓએ મ્યુઝિયમથી કરી. રોમમાં કેપીટોલીન હીલ પર ‘પીઆઝા ડે કેમ્પીડોગ્લીઓ’ નામના સ્થળ પર કેપીટોલીની મ્યુઝિયમ આવેલું છે. ઈટાલીમાં ‘પીઆઝા’ એટલે place એટલે કે જેને ગુજરાતીમાં આપણે એક મોટો ચોક કહી શકીએ. કેપીટોલીની મ્યુઝિયમ કળાકૃતિઓ, ચિત્રો, શિલ્પો વગેરેનો મોટો સંગ્રહસ્થાન છે. મ્યુઝિયમનો ઈતિહાસ પાંચસો કે તેથી વધુ વર્ષ જૂનો છે. પંદરમી સદીમાં તે સમયના પોપે રોમ શહેરને, મહત્ત્વની અને અતિ પ્રાચીન કળાકૃતિઓનો એક મોટો સંગ્રહ આપ્યો, જેને સાચવવા માટે એક મ્યુઝિયમની જરૂર જણાઈ. આ કલાકૃતિઓમાં વર્ષોવર્ષ ઉમેરો થતો ગયો અને પ્રાચીન રોમન મૂર્તિઓ, ‘બ્રોન્ઝ’, પ્રાચીન લખાણ-દસ્તાવેજો, ઝવેરાત, જેવી અનેક ચીજો તેમાં ઉમેરાતી ગઈ. ‘પીઆઝા ડે કેમ્પીડોગ્લીઓ’નો ચોક અદભુત છે -તેના પગથિયા અને ‘સ્ટાર’ -તારા- જેવી ડિઝાઈન છે, જે પ્રખ્યાત માઈકોલએન્જેલો એ બનાવી છે. જ્યારે તેઓ પગથિયા પર ઊભા હતા, ત્યારે આશ્ચર્ય, અહોભાવ અને પ્રશંસાની લાગણીઓ જૈનાના મનમાં ધસી રહી. આ સ્થળે અઢી-ત્રણ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ રહેલી છે, તે જાણીને જૈનાને રોમાંચક અનુભવ થયો. રોમનું આ જૂનામાં જૂનું બાંધકામ છે. બરોબર વચ્ચે મ્યુનીસીપલ બીલ્ડીંગ છે, એક બાજુએ જ્યુપીટર ટેમ્પલ છે અને બીજી બાજુએ મ્યુઝિયમ આવેલું છે. અહીં લગભગ ત્રીસ લાખ જેટલાં મહત્ત્વનાં, ઐતિહાસિક દસ્તાવેજો સંઘરાયેલાં છે -તે જાણીને બધાને ‘અધધધ…’ થઈ ગયું! માઈકોલએન્જેલોની ડિઝાઈન બેનમૂન છે. ચોકની વચ્ચે પહેલી સદીમાં થઈ ગયેલા રોમન શહેનશાહ માર્કસ ઓરેલીયસની અદભુત મૂર્તિ મૂકેલી છે. મ્યુઝિયમ દરરોજ સવારે સાડા નવે (સોમવાર સિવાય) ખુલી જતું હતું અને સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહેતું હતું, તેથી આખો દિવસ તમે શાંતિથી કૃતિઓ નિહાળી શકો. અઢાર વર્ષથી ઓછી ઉંમરના કે પાંસઠ વર્ષથી વધુ વયનાં ઈટાલીયન નાગરિકો માટે ટિકીટ લેવાની જરૂર નથી હોતી. જોકે આવી બેનમૂન કૃતિઓ જોવા માટે નજીવો ખર્ચ ભોગવવો કંઈ વધુ ન કહેવાય. મ્યુઝિયમમાં દાખલ થાઓ, ત્યાં રોમન દેવી ‘ગોડેસ મિનેરવા’નું પાંચમી સદી BC- ની કૃતિ ઊભેલી હતી. અહીં સંઘરાયેલા મોટા ભાગનાં શિલ્પો ‘ક્લાસીકલ એજ’ના છે. આરસપહાણમાંથી ઘડાયેલું ‘માર્સ’નું શિલ્પ એટલું તો ઝીણવટથી ઘડાયેલું છે કે તેના ચંપલ, ડ્રેસ, વગેરેની ઝીણી, નાજુક રેખાઓ પણ અદભુત રીતે ઉપસેલી દેખાય છે.

સાબિન વોર નું ચિત્ર 1636 ની કૃતિ છે શિલ્પો અને અનેક ચિત્રો જોઈને સૌ દંગ જ રહી ગયાં! સાબિન વોરનું ચિત્ર ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનું છે. ગાઈડે આ ચિત્રનો અર્થ અને ઈતિહાસ જણાવ્યો. આ ચિત્રો ‘ફ્રેસ્કો’ કહેવાય છે. તે લોકો પ્લાસ્ટરમાં રંગ, પાણી મિશ્રિત કરીને ખાસ ‘ટેકનીક’ દ્વારા બનાવતા હતાં. સૌએ ઘણાં ચિત્રો જોયાં. કાવાલીયર આર્પિનોનું પ્રખ્યાત ‘રેપ ઓફ સાબિન’ હતું, જસ્ટીસ ઓફ બ્રુટસ (496 BC) હતું, 1569ના ચિત્રો જોવાં અમે હોલ ઓફ ટ્રિઓમ્ફમાં ગયા, જ્યાં અનેક ‘ફ્રેસ્કો’fresco ચિત્રો હતાં.

બીજી અગત્યની કૃતિ હતી, ‘શી-વુલ્ફ’નું બ્રોન્ઝ શિલ્પ. શી-વુલ્ફ એ રોમ શહેરનું પ્રતીક ગણાય છે, ઘણાં પ્રવાસી મેગેઝીનોમાં તેનો રોમના પ્રતીક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રોમ્યુલસ અને રેમસ નામનાં જોડિયાં -ટ્વીન્સની ગાથાનું આ પ્રતીક છે. ચિત્રો વગેરે જોયાં પછી સૌ પલાઝો નુઓવામાં રાખવામાં આવેલા ઘણાં બસ્ટ્સ (શિલ્પ-ધડ) અને શિલ્પો જોવાં ગયાં. પલાઝો નુઓવા, 1734માં સૌ પ્રથમ વાર ‘એક્ઝીબીશન સેન્ટર’ બન્યું હતું.

ગાઈડે જણાવ્યું કે રસ પડે, તો અઢારમી સદીના ઈતિહાસકાર એડવર્ડ ગિબનનું ‘ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ રોમન એમ્પાયર’ નામનું પુસ્તક ખરેખર વાંચવાલાયક છે. મ્યુઝિયમની ટુર પૂરી કરીને સૌ રોમન ફોરમ તરફ જવા નીકળ્યા. રોમના આખા પ્રવાસ દરમિયાન તેમને રોમાંચકતાનો અનુભવ થયો. 2700 વર્ષ જૂની સંસ્કૃતિ અને તેનો ઈતિહાસ પણ લાંબો છે.

તે રવિવારની સવાર હતી. સૌ થોડાં મોડા ઉઠ્યા, પણ સવારે સાડા દસના સુમારે તૈયાર થઈ ગયાં હતાં. મેડિસન હોટલનો બ્રેકફાસ્ટ ભંગાર હતો! જોકે બ્રેડથી કામ ચલાવી લીધું. સૌ ‘પિયાઝા ડીસ્પાનીઆ’ એટલે કે ‘સ્પેનિશ સ્ટેપ્સ’ તરફ ચાલવા માંડ્યા. રોમમાં પ્રવાસ કરનારા માટે આ ખૂબ પ્રખ્યાત સ્થળ છે, ખાસ કરીને તેનું આર્કિટેક્ચર પ્રખ્યાત છે. કેટલાંક સ્ફૂર્તિથી બધાં જ પગથિયા ચઢી ગયાં, તો કેટલાંક આળસ અથવા ગરમીને કારણે નીચેના પગથિયાઓ પર બેસી રહ્યા. જુલાઈ મહિનાનો તાપ ભારે હતો.

અહીં પ્રખ્યાત અંગ્રેજી કવિ કીટ્સ શેલીનું મેમોરિયલ ઘર છે. કવિએ સૂચના આપી હતી, તે મુજબ તેમના સ્ટોન (કબર) પર અંકાવેલું છે: “હીયર લાઈઝ વન હુઝ નેમ વૉઝ રિટ ઓન વૉટર.” જેનો અર્થ થાય છે કે ખ્યાતિ વગેરે બધું વહી જતું હોય છે.

બીજા દિવસે તેઓ કોલોસીયમ જોવા ગયા રોમન કોલોસીયમ જેને શરૂઆતમાં ફ્લેવીયન એમ્ફીથીએટર(Latin: Amphitheatrum Flavium, Italian Anfiteatro Flavio orColosseo),કહેવાતો તે ઈટલીના રોમ શહેરની મધ્યમાં આવેલો ઈંડા આકારની ખૂલી રંગભૂમી કે ઍમ્ફીથિએટર છે. ગાઈડ સમજાવતો હતો કે " આ રોમન સમ્રાજ્યમાં બનેલ સૌથી મોટી ઈમારત હતી. આ રોમન વાસ્તુકળા અને ઈજનેરીનો ઉત્તમ નમૂનો ગણાય છે. રોમન ફોરમના પૂર્વ ભાગની જમીને રોકતી આ ઈમારતનું બાંધકામ સમ્રાટ વૅસ્પેસિઅનના કાળમાં ઈ.સ. ૭૦ અને ૯૨ વચ્ચે ચલુ થયું અને ટાઈટસના કાળ દરમ્યાન ઈ.સ. ૮૦માં પૂર્ણ થયું. ડોમિશિઅનના કાળ દરમ્યાન (ઈ.સ. ૮૧-૯૬) સુધારા કરવામાં આવ્યાં. તેનું નામ એમ્ફીથિએટ્રમ ફ્લૅવિયમ વૅવૅસ્પેસિઅન અને ટાઈટસના કુળ નામ જેન્સ ફ્લૅવિઆ પરથે ફ્લૅવિયસ એવું ઉતરી આવ્યું છે.૫૦૦૦૦ વ્યક્તિઓની ક્ષમતા, ધરાવતું કોલોસીયમ ખાસ કરી ગ્લેડીએટર બાજીઓ અને જન પ્રદર્શન માટે થતો. ગ્લેડીએટર બાજીઓ સિવાય બનાવટી દરિયાઈ યુદ્ધો પ્રાણીઓનો આખેટૢ ફાંસીની સજા પ્રસિદ્ધ યુદ્ધોની પુનઃપ્રદર્શન કે રોમન પુરાણોની કથાઓના નાટકો આદિ અહીં ભજવાતાં. પૂર્વ મધ્ય યુગ સુધી આનો ઉપયોગ મનોરંજનમાટે થતો રહ્યો હતો. પાછળથી તે રહેણાંક કાર્યશાળા કારખાના ધર્મશાળા કિલ્લો ખાણ અને ખ્રીસ્તી દહેરા તરીકે સુદ્ધાં વપરાયો હતો. એમ કહેવાય છે કે કોલોસીયમમાં ખેલાતા જીવલેણ ખેલ કે બાજીઓમાં પાંચ લાખ જેટ્લાં લોકો અને ૧૦ લાખ જેટલાં પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. "

મૃત્યુ ના ઉલ્લેખે જૈના ના માનસપટ પર વીતેલી ક્ષણોને તાજી કરી દીધી તે એકદમ ઉદાસ થઇ ગઈ જૈનામાં આવેલા આ પરિવર્તન ને કોણ જાણે કેમ ગાઈડ ઓળખી ગયો કે કેમ તેને વાત સાવ બદલી એણે કહ્યુંકે “અહીંની સંસ્કૃતિ તદ્દન જુદી જ છે, તમે પ્રવાસ દરમિયાન અહીં બધા જ પ્રકારના સંગીતની મજા માણી શકો છે. જો ભીડથી દૂર રહેવું હોય, તો રોમની ગલીઓમાં ફરવું. અહીંની સુંદર ગલીઓ, રેસ્ટોરન્ટસ અને બગીચાઓ જોઈને પ્રવાસીઓ અભિભૂત થઈ જાય છે. રોમના દરેક ઘરના ધાબા પર અને બગીચાઓમાં સુંદર મઝાનાં ફૂલો જોવા મળે છે. નવરાશની સાથે રોમાંચકતાનો અનુભવ કરવા રોમ સૌથી ઉત્તમ સ્થળ છે.”

ગાઈડની વાત જૈના ના મનમાં બરાબર બેસી ગઈ પછીનો દિવસ મુક્ત રીતે ફરવાનો હતો જૈના સવારથી રોમ ની ગલીઓમાં ફરવા નીકળી પડી ફરતા ફરતા એક ઘર કમ રેસ્ટોરન્ટ માં જે ચડી અંદર જતાંજ તેણીની નજર એક ફોટોગ્રાફ પર પડી અને તેની નજર સ્થિર થઇ ગઈ એકીટસે તે બસ જોતીજ રહી. " કોઝા વોઈ ?" "વોટ ડુ યુ વોન્ટ ?" એક સુંદર રોમન સ્ત્રી એ બહાર આવતાંજ પૂછ્યું જૈના ચમકી ગઈ "વોટર આઈ વોન્ટ વોટર" તેણે કહ્યું પેલી સ્ત્રીએ પાણીની બોટલ આપી અને જૈનાએ પૂછ્યું "જો તમને ખરાબ ના લાગે તો હું પૂછી શકું કે આ તસ્વીર કોની છે ?" "ચોક્કસ નહિજ એ મારી પુત્રી મેરી છે " સ્ત્રી બોલી અને તરતજ જૈના એ તેણી ને મળવાની ઈચ્છા પ્રગટ કરતા કહ્યું "હું તેમને મળી શકું? તે અદ્દલ મારી માં જેવીજ લાગે છે " " તું તેને ચોક્કસ મળી શકી હોત જો તું ગઈ કાલે આવી હોત - તે આજેજ પેરીસ જવા નીકળી ગઈ

"પેરીસ ? ઓહ ભગવાન શું હું મારી માં ને તો નહિ પરંતુ તેના જેવી મેરી ને પણ નહિજ મળી શકું?" "ના બેટી એવું કદાપી નથી મેરી એક બે મહિનામાં પછી આવેશે પરંતુ તે મારી માં ને તો નહિ એમ કેમ કહ્યું શું તે તારી માં ગુમાવી દીધી છે? " " હા એટલેજ મારે મેરી માં ને મળવું છે " હા બેટા તું એને જરૂર મળીશ તું એક કામ કર તું પેરીસ જા ત્યાં કેનેડા નેશનલ ગેલેરી સામે , સેન્ટ પેટ્રિક સ્ટ્રીટ અને જીસસ એવન્યુની વચ્ચે , 385 સસેક્સ ડૉ પર નોટ્રે ડેમ કેથેડ્રલ, ચર્ચ છે. આ ચર્ચમાં મારો દીકરો જોહન પાદરી છે મેરી તેને મળવા જ પેરીસ ગઈ છે "

હું ચોક્કસ જઈશ જ , પરંતુ હાલ તો મારે મારા અભ્યાસ માટે લંડન પરત જવુજ પડશે હું આપને કયારેય નહિ ભૂલું જો આપની વાત મેરી સાથે થાય તો આપ તેને મારી વાત કરજો ચોક્કસ હું મેરી ને જરૂર થી તારી વાત ક્રીસ અને તું જો ફરીથી રોમ આવે તો જરૂરથી આવજે

જૈના લંડન પરત ફરી પરંતુ હવે તેનું મન આભ્યાસ માં લાગતું ના હતું તેને બસ મેરી જ નજર સમક્ષ તરવરતી તે પછીના વીક એન્ડ માંજ પેરીસ જવા નીકળી પડી લંડન થી યુરો સ્ટાર ટ્રેન પકડી ટનલ ચનલ માં થી પસાર થઇ 2 કલાક 15 મીનીટમાં તો પહોચી ગઈ પેરીસ ટનલ ચનલ માંથી યુરો સ્ટાર પસાર થતી હતી એ દરમ્યાન જૈનાએ G 7 ટેક્ષી બુક કરી લીધી અને સેન્ટ પેટ્રિક સ્ટ્રીટ પહોચી ગઈ પરંતુ ચર્ચ પહોચતા તેને સાંજના સાડા છ થઇ ગયા ચર્ચ લોકો માટે બંધ થઇ ગયું જૈના એ પ્રયત્ન કર્યો પરંતુ તેને કહેવામાં આવ્યું કે તે બીજા દિવસે આવે જૈના ત્યાં નજીકમાંજ હોટેલ ધી એરેના માં રોકાઈ રાત્રીના ભોજન વખતે હોટેલ ધી એરેનાના જનરલ મેનેજર સ્મિથ જૈના ને મળ્યા સ્મિથ ગોવાનીઝ હતા તેણે ભારતીય હોવાને નાતે જૈના સાથે ઘણી બધી વાતો કરી અને વાત જાણ્યા પછી સ્મિથે તેને બધી મદદ કરવા કહ્યું તેને કહ્યું કે ચર્ચ ના ફાધર મેથ્યુસ તેના ખાસ મિત્ર છે તે સવારે તેને ફાધર મેથ્યુસ પાસે લઈ જશે અને તેના દ્વારા તે મેરી સુધી પહોચી શકશે.

સવારમાં જૈના સ્મિથ ની સાથે ફાધર મેથ્યુસ ને મળવા ગઈ તો ફાધર મેથ્યુસ વેટિકન ગયા હતા બંનેએ વિચાર્યું કે તેઓ બીશપ ને મળી ફાધર જોહન અને મેરી ને કઈ રીતે મળી શકાય તે પૂછે કારણ કે સમગ્ર ચર્ચ માં 100 થી વધુ પાદરીઓ હતા તેઓએ બીશપ ને મળવા માટે રીશેપ્શન જાણ કરી તો જાણવા મળ્યું કે તેઓ ફ્રાંસ ના સમાજ કલ્યાણ મંત્રાલય માં એક અગત્યની મીટીંગ માં ગયા હતા રીશેપ્શન પર તેઓ જયારે વાત કરતા હતા ત્યારે એક બુઝર્ગ લેડી ક્યારના તેઓ બંને ને મૂંઝાતા જોતા હતા તેમણે સ્મિથ અને જૈના ને પૂછ્યું આપને વાંધો ન હોય તો પૂછી શકું કે આપને બિશપને શા માટે મળવું છે ? હું કેન્યા છું આ ચર્ચ માં લગભગ 25 વર્ષ થયા આવું છું અને લગભગ બધાજ પાદરીઓ અને સાધ્વીઓ ને ઓળખું છુ. જૈના ને જાણે ઈશ્વેરે પોતાને માટેજ આ લેડીને મોકલ્યા હોય એમ લાગ્યું તેણે લેડી કેન્યા ને પોતાની બધીજ વાત કરી અને અહી આવવાનું પ્રયોજન જણાવ્યું કેન્યા એ જૈના ને કહ્યું ચિંતા કર નહિ હું ફાધર જોહન ને સારી રીતે ઓળખું છું તે અહી સમાજ કાર્ય વિભાગ માં છે તું એક કામ કર આજે સાંજની પ્રાર્થના પછી મને આજ જગ્યા ઉપર મળજે હું તને ફાધર જોહન પાસે લઇ જઈશ આપનો આભાર હું આપનો ઉપકાર કડી નહિ ભૂલું વારુ સાંજે મળીશું જૈના ની સાંજ મહા મુશ્કેલી થી પડી તે બસ વિચારતીજ રહી સાંજે લેડી કેન્યા આવશે તો ખરાં ને મને તો એમના વિષે બીજી કશીજ ખબર નથી તેના મને કહ્યું તને વળી જોહન સ્મિથ કે ખુદ મેરી વિષે પણ ક્યાં ખબર હતી ઈશ્વરજ તને મદદ કરે છે અને કરતો રહેશે તેણે ખુદને હિમંત આપી અને સાંજ ની પ્રાર્થના માં પહોચી ગઈ પણ પ્રાર્થના માં ય તેનું મન તો લેડી કેન્યા ને જ શોધતું હતું લેડી કેન્યા પ્રાર્થના પછી તેને જોહન ના નિવાસ સ્થાન પર લઇ ગયા પરંતુ અફસોસ તેના સાથી પાદરીએ જણાવ્યું કે જોહન અને તેની બહેન મેરી બંને ગઈ કાલેજ તેના માસી કે જે લંડન રહે છે તેમને ઘેર ગયા તેમના માસી ખુબજ બીમાર છે લેડી કેન્યાએ પાદરીને જૈના વિષે બધી વાત કરી અને પૂછ્યું શું હું જોહન સાથે ફોન પર વાત કરી શકું ? શું આપ મને તેનો નંબર આપી શકશો ? આ પ્રશ્ન ની સાથેજ જૈના ને પોતે કરેલી ભૂલ સમજાઈ તેણે નાતો મેરીનો કે ન તેની માતાનો નંબર મેળવ્યા હતા તે તો બસ પાગલની માફક મેરીને શોધવા નીકળી હતી જોહાનના સાથી પાદરીએ જોહન નો નંબર આપ્યો અને ત્યારેજ લેડી કેન્યાએ તેને ફોન કર્યો પણ ફોનની રીંગ ત્યાં જ વાગી પાદરીએ કહ્યું કદાચ તે પોતાનો ફોન ઉતાવળમાં અહીયાજ ભૂલી ગયો છે હવે? જૈના એ મેરી ના નંબર વિષે પૂછ્યું પરંતુ તેમને તે ખબર ન હતી અને તેની માસી નું સરનામું પણ તે જાણતો ન હતો ઓ ભગવાન જેને મળવાની આજે પૂરી શક્યતા હતી એ ખબર નહિ હવે ક્યાં અને ક્યરે મળશે જૈના નિરાશ થઇ ગઈ જૈના એમ નિરાશ થયે થોડું ચાલશે ? જો તું મેરી ને શોધવા છેક પેરીસ આવી શકતી હોય તો તેના માસી તો લંડનમાં જ તારાજ શહેર માં છે તું તેમને ચોક્કસ શોધી શકશે આ શબ્દોએ જૈના ના મનમાં ફરીથી હિમંત લાવી દીધી બધાએ તેને મેરી તેને મળે તેવી શુભેચ્છાઓ આપી અને પોતાના ફોન નંબર આપી સંપર્ક માં રહેવા જણાવ્યું તે પાદરી , લેડી કેન્યા અને સ્મિથ નો આભાર માની લંડન પછી ફરી

રજાઓ પૂરી થઇ હતી અને વિક એન્ડમાં કમાઈ પોતાનો અભ્યાસ કરતી જૈના ની બેંક બેલેન્સ પણ. એક દિવસ આચાનક જ લડી કેન્યા નો તેનાપર ફોન આવ્યો કે તેણીને જોહનની માતાનો નંબર મળી ગયો હતો તરતજ જૈના એ રોમ નો એ નંબર લગાડ્યો થોડી વાર સુધી રીંગ વાગતી રહી અંતે જૈના ને મેરીના નોકર દ્વારા ફોન પર જાણવા મળ્યું કે મેરીની માતા પણ પોતાની બહેનને ત્યાં લંડન ગઈ હતી તેણે નોકરને મેરીની માસી નું સરનામું પૂછ્યું તો નોકરે માત્ર એટલું કહ્યું કે તે તે મેરી ની સગી માસી નથી તે મૂળ ભારતીય છે અને વેસ્ટ લંડનમાં હિથ્રો એરપોર્ટ થી નજીકમાં રહે છે તેણી એ નોકરનો આભાર માન્યો ને મેરીના માસીની શોધમાં લાગી ગઈ તેને હિથ્રો ની નજીક રહેતી તેની બહેનપણી સુરજીતને ફોન કરી પૂછ્યું કે તેની આસપાસ કોઈ મૂળ ભારતીય હોય અને જેની બહેન રોમમાં હોય તેમજ આત્યારે જેની તબિયત સારી ના હોય એવા કોઈ સન્નારી રહે છે? સુરજીતે કહ્યું મને તો ખબર નથી પણ મારા મમ્મી અહીની ઇન્ડિયન સોસાયટી ના પ્રમુખ છે તેઓની દર શનિવારે સાંજે મીટીંગ હોય છે તેમાં જરૂર ખબર પડી જશે જો તું શનિવારે મારે ઘેર આવે તો આપને મમ્મી સાથે મીટીંગમાં જઈશું અને મને ખાતરી છે કે આપણને તે આવશ્ય મળશે જ જૈના સુરજીત ને ત્યાં શનિવારે પહોંચી ગઈ સુરજીતના મમ્મીએ મીટીંગ માં જેની બહેન રોમમાં હોય તેમજ આત્યારે જેની તબિયત સારી ના હોય એવા સન્નારી વિષે પૂછતાં જાણવા મળ્યું કે તે સન્નારી ગુરુવારેજ મૃત્યુ પામ્યા હતા અને તેઓ મીટીંગ ના સ્થળ થી માત્ર 500 વાર ના અંતરે રહેતા હતા મીટીંગ પૂરી થયા બાદ જૈના સુરજીત અને તેના મમ્મી મેરીના માસીને ઘેર ગયા પરંતુ ત્યાં કોઈજ ના હતું તેણે સુરજીત અને તેના મમ્મીનો આભાર માની પોતે કોઈ ના આવવાની રાહ જોશે અને તેઓને મળીને જશે તેમ કહ્યું સુરજીત અને તેના મમ્મી ઘેર જવા નીકળ્યા એકાદ કલાક રાહ જોઈ જૈના ની ધીરજ નો અંત આવ્યો અને તે ત્યાં થી નિકાલથી હતી ત્યાજ મેરીની માં અને બીજા લોકો ત્યાં આવ્યા તે મેરીના મમ્મીને મળી ત્યાં તેના મમ્મી એ કહ્યું ઓહ બેટા મેરી તો અત્યારે જ ઇન્ડિયા ગઈ અમે તેને મુક્વાજ એરપોર્ટ ગયા હતા કેમકે તેના માસીની અંતિમ ઈચ્છા હતી કે તેની મૃત્યુ પછીની વિધિ ગંગા કિનારે ઇન્ડિયા માં કરવામાં આવે અમે ઇન્ડિયા પૂછાવેલું તો જવાબ મળ્યો હતો કે બસ પંદર દિવસ પછી તેમની વિધિ ગંગા કિનારે હરિદ્વાર માં થશે મેરી ઇન્ડિયા પહોચી અમને તેના બાકીના કાર્યક્રમો જણાવશે જૈના તો જાણે બેબાકળી થઇ ગઈ તે ને તેની કિસ્મત ઉપર ગુસ્સો આવ્યો તેને થયું તેની સાથેજ આવું કેમ થાય છે ? ભગવાન તેની જ આવી અઘરી પરિક્ષા કેમ લે છે ? શું તેને મારી જરાય દયા નથી આવતી ? આવા બધાજ પ્રશ્નો જૈનાને થતા હતા પરંતુ તેણે નસીબ સાથે લડી લેવાનો નિર્ણય લઇ લીધો જૈના એ એક વિક યુનીવર્સીટી જવાનું ટાળ્યું અને જોબ કરી થોડા પાઉન્ડ એકઠા કર્યા પણ સમયસર ઇન્ડિયા પહોચી ત્યાં વાપરવા એ રકમ પુરતી ન હતી એક વખત તો એને લાગ્યું ઈશ્વર તેના આ કાર્યમાં સહમત નથી તેણે મેરીની શોધ પડતી મુકવી જોઈએ પરંતુ તેનું મન આ વાત માનતું ના હતું તેણે કૌશિકને પોતે ઇન્ડિયા આવવા ઈચ્છે છે તેમ કહેવા ફોન લગાડ્યો પણ તે પોતાના પિતાની દીકરી પાસેની અપેક્ષઓ જાણતી હતી કૌશિક ઈચ્છતો હતો કે જૈના તેનો અભ્યાસ પૂર્ણ કરે અને પછીજ ઇન્ડિયા આવે તે કૌશિકને કશુજ ન કહી શકી અને ફોન લાગી ગયો જૈનમને એણે જૈનમ ને બધીજ વાત કરી અને તરતજ જૈનમે કહ્યું હું કઈક કરું છું શું કરશે એના પ્રશ્નાર્થ સાથે એક દિવસ વીતી ગયો ને બીજા દિવસે જૈના ના ફોન પર મેસેજ આવ્યો તારી ઈ મેઈલ ચેક કર જૈના એ જોયુતો હિથ્રો થી દિલ્હી ની તેની ટીકીટ હતી કઈ રીતે જૈનમે મોકલી હશે ? હજારો સવાલ ઉઠ્યા પણ કોઈ સમય ના હતો જૈના લંડન થી દિલ્હી પહોચી સીધીજ એરપોર્ટ પરથી મેટ્રોમાં રેલ્વે સ્ટેશન આવી અને હરિદ્વાર ની ટ્રેન પકડી હરિદ્વાર હોટેલમાં સમાન મૂકી થોડો આરામ કરી તે મેરીને શોધવા નીકળી પડી હોટેલો, ધર્મશાળાઓ જોઈ પંડિતો ની પાસે તપાસ કરી પરંતુ બધુજ નિષ્ફળ ગયું હરિદ્વાર પછી ઋષિકેશ , દેહરાદુન અને મસુરી બધી જગ્યાએ મેરીને શોધી બસ ખાધા પીધા વગર એકજ અભિયાન હતું જૈના નું પરંતુ જાણે ભગવાને આંખ આડે કાન કરી કીધા હોય એમ જૈના ની સામેજ જોતો ન હતો જૈના ના દરેક પ્રત્યન નિષ્ફળ જતા હતા

જૈના સતત રઝળપાટ પછી થાકી ગઈ તેને હવે લાગવા માંડ્યું કે કદાચ મેરીને મળવાનું તેની કિસ્મતમાં જ નથી તે ફરી હરિદ્વાર પહોચી

જૈના હોટેલ પહોચી ત્યારે રાત થઇ ચુકી હતી આથી રાત તેણે હોટેલમાં જ રોકવા નિર્યણ લીધો રાતના બે વાગે જૈના ની ઊંઘ ઉડી ગઈ તે નીચે ગઈ ત્યરે તેને ત્યાં મેરી ને જોઈ મેરી ટેક્ષી માં બેસી નીકળતી હતી જૈના એ ખુબ કોશિશ કરી પરંતુ તે મેરીને રોકી ના શકી નિરાશ જૈના સવારના ચાર વાગ્યે ગંગાના પવિત્ર કાંઠે પહોચી હજુ તો સુરજદાદા એ નજારો પણ નહોતો આપ્યો અને કાંઠે હજુ માણસો પણ નહોતા આવ્યા ત્યારે એટલી વહલી સવારે જૈના એટલી હદે દુઃખી હતી કે તે એવા ઠંડા પાણીમાં ડૂબકી ઉપર ડૂબકી લાગાવતી રહી બસ સાવ નિરાશામાં ગંગા ના શરણે આવ્યા ના ભાવ સાથે તે સદા પાંચ સુધી પાણી માં રહી સુરજ ક્ષિતિજ ની બહાર ડોકિયું કરી રહ્યો હતો સૂર્યોદય થવાની વેળાએ આકાશ આખું ગુલાબી અને નારંગી રંગથી રંગાઈ ગયું હતું જૈના નદીના કાંઠે બેઠી બેઠી આ અકળ લીલા ના દર્શન કરતી હતી એને ત્ય્રારે તેના મમ્મી યાદ આવ્યા

જૈના ની કોમળ આંખ માંથી નિર્મળ અમૃત જેવા અશ્રુઓ ઝળહળી ઉઠ્યા અને ગંગા ની ધારા સાથે અશ્રુધારા વહેવા લાગી નિર્મળ અશ્રુજળે આંખ ની આગળ મેઘધનુષ રચી દીધું બે પળના એ નિર્મળ અશ્રુઓ એ ભગવાનને પણ પીગાળ્યા તે જ્યારે રોતી હતી ત્યારે તેની પીઠે હાથ ફેરવી કોઈએ શાંત્વન આપ્યું તે જોવા જૈના એ પાછળ જોયું તો તે મેરી જ હતી મેરીને જોઈને બે પળ માટે તો જૈના ભાન ભૂલી ગઈ એકાએકજ તે મેરીને ભેટીને ખુબજ રોવા લાગી આ સમય તેના હાથમાં ન રહ્યો આટલા દિવસ ની સખત મહેનત નું ફળ તેને આંસુ ના બે પળ માં મળ્યું હતું આટલા બધા દિવસો ની રાહ જોયે મેરી તેને ન મળી પરંતુ બે પળના નિર્મળ આંસુઓએ જૈના ને મેરી મેળવી આપી મેરીને તે છોડતી જ ન હતી મેરી આશ્ચર્ય થી હકકી બક્કી થઇ ગઈ પરંતુ જૈના એ જયારે તેની ઓળખાણ આપી અને બધી વાત કરી ત્યારે મેરીએ કહ્યું હું પણ તારી જ શોધ માં હતી મારી દીકરી અને દીકરી શબ્દ એ ફરીથી આંસુઓ નો બંધ તોડી નાખ્યો આ વખતે ચાર આંખો આંસુઓ વહાવતી હતી જૈના એ મેરીને જયારે પોતે બાળપણ થી જ માં ના પ્રેમ ની ભૂખી હોવા નું કહ્યું ત્યારે મેરીએ તેને કહ્યું કે તે પણ માં બની શકી ના હતી અને એને દીકરીની ભૂખ સતાવતી હતી આજે ઈશ્વરે બંને ની ઈચ્છાઓ પુર્નાકારી હતી ગંગા મૈયાએ માં અને દીકરી નું આંસુના બે પડ હર્ષ અને શોક વચ્ચે મિલન કરાવ્યું હતું અને આજ સુધીના શોક ના આંસુ હવે હર્ષના આંસુ માં પલટાઈ ગયા હતા આ બે પાળે બે જીન્ગીઓ બદલી નાખી